Vasant panchami
*સૌને ... જય જશરાજ દાદા ... 🙏🏼*
*માઘી નવરાત્રિ*
------------
માઘ મહિના ની નવરાત્રિ નું આપણાં માટે એક વિશેષ મહત્વ છે. તારીખ 12-02-2021 નેં શુક્રવાર થી શરુ થતી આ નવરાત્રિ નીં મહત્તા અંગે એક ખાસ અનેં જરુરી ચર્ચા કરીશ. આપણા લોહાણા અને સારસ્વત બ્રાહ્મણ પરિવારો માં પ્રવર્તતી ગેરસમજ દૂર કરવી જરુરી છે.
------------------------------
માઘ નવરાત્રિ ની વિશેષતા આપણા પરિવાર માટે એટલે વિશેષ મહત્વ નીં રહે છે કે (1) આપણા દાદા જશરાજ નીં લગ્ન તિથિ વસંત પંચમી આ નવરાત્ર દરમ્યાન આવે છે અનેં (2) આપણા પુરષા દાદા શ્રી સિંધુ શર્મા નોં નિર્વાણ દિન પણ વસંત પંચમી ના દિને આવે છે.
દાદા જશરાજ માટે વસંત પંચમી નિર્વાણ દિન માનવામાં આવે છે પરંતુ તે ખરું નથી. વાસ્તવમાં તેમનાં લગ્ન તે દિવસે નિર્ધાર્યા હતા. સવારના સમયે વરઘોડો હતો અનેં લગ્ન વિધિ, ચોરી ફેરા રાત્રિના હતા. અગાઉ તો લગ્નો 7-8 દિવસ ચાલતા. ચોરી ફેરા પહેલા નાં દરેક પ્રસંગો ઉજવાઈ જાય 7-8 દિવસો દરમિયાન પછી છેલ્લે ફેરા લેવાય એ સૌ જાણે છે.
દાદાશ્રી નોં નિર્વાણ દિન વસંત પંચમી નથી તે સિદ્ધ કરવા વસંત પંચમી નાં દિવસ નાં સૂર્યોદય થી આપણે આગળ વધીએ તો વાસ્તવિક પ્રસંગ નેં ન્યાય આપી શકશું.
------------------------------
તારીખ 03-12-2020 નીં મારી પોસ્ટ માં મેં ઉન્નડકોટ નીં વાત કરી છે.
વસંત પંચમી ના દિને સવારનાં સૂર્યોદય ઉન્નડકોટ માં 07.04 મિનિટ હોય (12-02-2021). વર્ષ 1058 માં પણ સૂર્યોદય આ જ સમયે એકાદ બે મિનિટ નાં ફરક મા આવે.
આપણે વસંત પંચમી ના દિને દાદાશ્રી નાં લગ્ન પ્રસંગ નેં તાદ્રશ્ય કરીએ. Erect કરીએ. Re - consruct કરીએ.
એક તરફ દાદાશ્રી નાં વરઘોડા નીં તૈયારીઓ ચાલી રહી છે બીજી તરફ સવારનાં 7-8 નીં વચ્ચે ગાયો નાં ધણ લઇને ગોવાળીયાઓ ઉન્નડકોટ નીં સીમ માં જવા નિકળે છે. સીમ એટલે ખુલ્લી ચરીયાણ જમીન જ્યાં દુશ્મન છુપાઇને ન રહી શકે. ડેરા ગાઝી ખાન ( ઉન્નડકોટ ) નીં સીમ થી 15 - 17 કીમી દૂર છુપાઇને રહી શકાય તેવી જગ્યાએ દુશ્મન રાહ જોઈ રહ્યા છે. ગાયોનાં ધણ ચરતા ચરતા એટલે દૂર પહોંચે ત્યારે સહેજે 2-3 કલાક લાગે. લગભગ 10-11 દરમ્યાન સવારના ગાયો નાં ધણ નેં દુશ્મન દ્વારા વાળવામાં આવે.
આ સમાચાર વરઘોડા દરમ્યાન તેમનાં સેનાપતિ સિંધુ શર્મા દાદા સુધી 11.30 સુધી પહોંચે ... સ્વાભાવિક છે.
દાદાશ્રી જશરાજ નાં વરઘોડા માં ખલેલ ન પહોંચે તેમ વિચાર કરી સિંધુ શર્મા દાદા તાત્કાલિક પોતે સેન્ય ભેગું કરે છે. કૈંક સરદારો અનેં સામંતો નેં જાણ કરવી પડે અનેં તે પણ દાદાશ્રી જશરાજ નેં સહેજે શંકા ન આવે તે રીતે.
આ તૈયારી કરવામાં સહેજે કલાક દોઢ લાગે કારણ કે કોઇ નેં કાનો કાન ખબર ન પડે તે પણ જોવાનું છે. અન્ય સરદારો, સામંતો અને સૈન્ય લઈને નીકળતા નીકળતા બપોરે 1.00 વાગી જ જાય.
દુશ્મનો પાકિસ્તાન - અફઘાનિસ્તાન નીં સરહદે આવેલ ગોમતી ઘાટી - gomal pass તરફ ગાયો વાળી નેં જઇ રહ્યા છે.
આ ગોમતી ઘાટી ઉન્નડકોટ થી ઉત્તર પશ્ચિમ દિશામાં 148 થી 160 કીમી દૂર છે. (કોઇ પણ વાંચનાર ખરાઇ કરવા ઇચ્છતા હો તો ગુગલ મેપ માં તે અંતર જોઇ શકાય છે ).
------------------------------
500 - 700 નું લશ્કર લઇ નેં દુશ્મનો નોં પીછો પકડવો ... જેટલું બની શકે તેટલું વહેલું આંતરવુ કંઈ ખેલ નથી. દુશ્મનો કેટલા છે તેનીં જાણ ન હોય ત્યારે તે ખરેખર અઘરું કાર્ય છે. અળધે રસ્તે પણ આંતરો તો 80 કીમી નું અંતર કાપવામાં લશ્કરી ઘોડા નેં સહેજે 1.5 કલાક લાગે છે.
*ઘોડાની સપાટ ભૂમિ પર દોડવાની મહત્તમ ઝડપ 45 થી 50 કીમી ની હોય છે. યુદ્ધ નું તાલીમ પામેલા ઘોડા નીં ઝડપ 60 કીમી ની સરેરાશ હોય છે. આ ઘોડા કઇ ઔલાદ નાં છે ... સિંધી, અરબી, તુર્કી, કાઠીયાવાડી, મારવાડી ... જેવા દરેક ઘોડાની તાસીર અલગ અલગ હોય છે. આ હું નથી કહેતો ... ભારતીય અશ્વ શાસ્ત્ર કહે છે, જેનોં અભ્યાસ કરીને જ આ તારણ કાઢ્યું છે.*
મનેં આ વિષયથી સંપૂર્ણપણે માહિતગાર કરવામાં આપણા સારસ્વત બંધુ શ્રી મોહિત ખટરીયા - મૂળ ગુંદીયારી નો અત્રે થી ખાસ આભારી છું. તેઓ અશ્વ વિદ્યા પર phd થયેલા છે.
બપોરનાં 2.5 વાગ્યા ની આસપાસ શ્રી સિંધુ શર્મા દાદા દુશ્મનો નેં આંતરે છે, સામસામી તલવારો અને ભાલા ટકરાયા છે. આ કંઈ ઘડી નાં ખેલ નથી કે ટકરાયા અનેં છઠ્ઠા ભાગ માં જીતી પણ ગયા ... દોઢ બે કલાક ચાલેલા આ યુદ્ધમાં દાદાશ્રી સિંધુ શર્મા શહીદી વ્હોરે છે અનેં તેમનાં નિર્જીવ શરીર નેં ઘોડો પોતાની પીઠ પર લઇ નેં ઉન્નડકોટ પાછો આવવા નીકળે છે. આ પરત મુસાફરી વખતે તેનીં ઝડપ સહેજે અળધી હોય ... જીવંત વ્યક્તિ પોતાની ધારણા અનેં જરુરીયાત મુજબ ઘોડો દોડાવશે પરંતુ સવાર જ્યારે નિર્જીવ હોય છે ત્યારે ઘોડો તે દેહ ભૂમિ પર પડી ન જાય તેની તકેદારી સાથે ચાલશે.
દાદાનું નિર્જીવ શરીર લઇ નેં ઘોડો ઉન્નડકોટ નાં પાદરે પહોંચે છે ત્યારે સાંજ નાં 7.30 થી 8.00 વાગ્યા હોય છે (હીસાબ લગાવી જોજો) ... અનેં ત્યારે દાદાશ્રી જશરાજ નાં ચોરી ફેરા ચાલુ હોય છે.
આ દિવસ ... વસંત પંચમી રાત્રી થતાં પૂરો થયેલો જ ગણાય.
પછીનો ઘટના ક્રમ રાત્રિના ભાગમાં જ ઘટે છે ...
- સિંધુ શર્મા દાદા નીં શહીદી નીં જાણ થાય
- ચોથે ફેરે દાદાશ્રી જશરાજ નું વરમાળા તોડીને ફેરા અધુરા મુકવા
- તેમનોં વલોપાત
- બહેન હરકોર સાથે નો વાર્તાલાપ
- પરિવાર સાથે ચર્ચા
- ગાયો બચાવવા સૈન્ય કાર્યવાહી કરવી
- સામંતો - સરદારો અનેં સૈન્ય એકઠું કરવું
આવી અનેં હજુ મારી જાણમાં ન આવી હોય તેવી અનેક બાબતો હશે જે રાત્રી દરમ્યાન થઇ હોય.
બીજા દિવસનો પ્હો ફાટ્યા પહેલા (માઘ સુદ - છઠ્ઠ) દાદાશ્રી જશરાજ લશ્કર સાથે પરોઢના 4-5 નીં આસપાસ નીકળી જાય છે.
આ મધ્યકાલીન યુગમાં હજુ રાતના લડાઈ નહોતી થતી. દાદાશ્રી લડાઈ માટે રવાના થાય છે તે દરમ્યાન નાં 10-12 કલાક નાં ગાળામાં દુશ્મન વધુ આઘા નીકળી ગયા છે. પાકિસ્તાન બાજુ થી ગોમતી ઘાટી નીં શરુઆત થી અફઘાનિસ્તાન બાજુ તેના અંત સુધીની ઘાટી માં ચારે બાજુ હિન્દુ કુશ નીં પર્વતમાળા અનેં સુલેમાન પર્વતમાળા વચ્ચે નાં મેદાની પ્રદેશ સુધી દુશ્મનો ગાયો નાં ધણ સાથે પહોંચી ગયા છે જે ઉન્નડકોટ થી 180 કીમી નાં અંતરે આવેલ છે. પરોઢ નાં 4-5 ની વચ્ચે લશ્કર સાથે નીકળેલા દાદાશ્રી જશરાજ નેં દુશ્મન સુધી પહોંચતાં 5 થી 6 કલાક લાગશે કારણકે ઘોડાની ઝડપ સપાટ ભૂમિ પર હોય તેના કરતા પર્વતીય રસ્તાઓ પર 70 % જેટલી ઘટી જાય છે. આમ દાદાશ્રી જશરાજ દુશ્મનો નેં છઠ્ઠ ની સવારે 11.00 વાગ્યાની આસપાસ આંતરે છે અનેં યુદ્ધ નાં પડઘમ, નગારાં વાગવા માંડે છે.
યુદ્ધ કેટલું ચાલે છે તેનોં સ્પષ્ટ ખયાલ કોઇ આપી શકે તેમ નથી પરંતુ ગાયોની આડમા લડતા દુશ્મનો નેં પરાસ્ત કરવામાં સહેજે 3-4 કલાકનો અંદાજ બાંધી શકાય છે જે, છઠ્ઠ નીં બપોરનાં 3-4 નીં આસપાસ કહી શકાય.
દુશ્મનો નેં પરાસ્ત કરી ગાયો નેં પોતાનાં કબ્જામાં લઇ અનેં પાછા વળતાં વધુ સમય લાગશે. ગાયોનેં દોડાવતા દોડાવતા પણ તેનીં મહત્તમ 15-17 કીમી નીં ઝડપ પકડી શકાય. એટલે દાદાશ્રી નેં વિજયી લશ્કર સાથે ઉન્નડકોટ નેં પાદરે આવતા આવતા સહેજે રાત્રે 8-10 વાગ્યા હોય.
દાદાશ્રી જશરાજ વિજયી થઇને ઉન્નડકોટ નાં દરવાજે રાત્રિના સમયે પહોંચે છે ... આખા નગરમાં ઉમંગ અને ઉલ્લાસ છવાયેલો છે. દાદાશ્રી નાં ચોરી ફેરા હજુ પુરા થયા નથી અનેં લોહી નિગળતા, થાકેલા, ભુખ્યા તરસ્યા ... દાદાશ્રી વિરામ કરે છે.
વિજય સરઘસ કોઇ દિ રાત્રે નથી નિકળતા ... આજની વાત અલગ છે.
આમ માઘ સુદ છઠ્ઠ નોં દિવસ પણ પૂર્ણ થાય છે.
------------------------------
બીજા દિવસે એટલેકે માઘ સુદ સાતમ નાં સવારનાં સામાન્યતઃ 9.00 નીં આસપાસ દાદાશ્રી જશરાજ નોં વિજય સરઘસ નીકળે છે ... અનેં સૌનેં ખબર છે કે સરઘસ દરમ્યાન બે દુશ્મનો છુપા વેશ ધારણ કરી દાદા નેં કુરનીશ બજાવે છે અનેં દાદાનો દગા થી ઘાત કરે છે.
આપણે અત્યારે માત્ર આ ઘટના ક્રમ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. આ ક્રમ માં સમય અનેં કલાકો માં નજીવો તફાવત પણ હોઇ શકે છે પરંતુ જે દિવસો ની વાત છે તેમાં ફેરફાર નેં કોઇ સ્થાન નથી.
*તો પછી દાદાશ્રી જશરાજ નોં શહીદી દિન વસંત પંચમી શું કામ ... ???*
*ખરેખર તો તે દિવસ માઘ સુદ સાતમ છે.*
મનેં બરોબર યાદ છે કે 1905 કે તેનીં આસપાસ લોહાણા સમાજ નીં *મહા પરિષદ* અમદાવાદ ખાતે મળી હતી અને દાદાશ્રી જશરાજ નોં શહીદી દિન વસંત પંચમી ના દિને ઉજવવો જોઈએ તેનોં ઠરાવ પસાર કર્યો હતો.
એટલુંજ નહીં પરંતુ ચાલાક અને મુત્સદ્દી લોહાણા આગેવાનો એ ... વસંત પંચમી નું વગર મુહૂર્ત નું મુહૂર્ત હાથમાં થી ન જાય એટલે દાદાશ્રી જશરાજ નોં શહીદી દિન વસંત પંચમી વર્ષ 1058 માં 22મી જાન્યુઆરી ગ્રેગેરીઅન (અંગ્રેજી) કેલેન્ડર મુજબ આવતો હોવાથી દર વર્ષે તિથિ પ્રમાણે ન ઉજવતાં 22 જાન્યુઆરી નાં રોજ ઉજવવો એમ ઠરાવવામાં આવ્યું.
શું આ દાદા જશરાજ પ્રત્યે નીં આપણી ઉદાત ભાવના છે ... ??? શરણાગતિ છે ... ??? સમર્પણ છે ... ???
જલારામ જયંતિ કાર્તિક સુદ સાતમ નાં જ ઉજવવામાં આવે છે ... તારીખ ભલે ને ગમે તે આવતી હોય.
દરીયાલાલ જયંતિ ચૈત્ર સુદ બીજ નાં જ ઉજવવામાં આવે છે ... તારીખ ભલે ને ગમે તે આવતી હોય.
તો પછી દાદાશ્રી જશરાજ નાં શહીદી દિન નેં વસંત પંચમી ના કેમ નહીં ... ??? એમને માટે તારીખ નો પક્ષપાત શું કામ ... ???
*ચાલો ... આ તો થઇ વાસ્તવિકતા શું છે તેની વાત. પરંતુ આપણે માટે આ ત્રણ દિવસો, વસંત પંચમી, છઠ્ઠ અનેં સાતમ ઘેરા શોક નાં છે. આપણો પરિવાર આ દિવસો માં કોઇ ઉજવણી ન કરે.*
આ ત્રણ દિવસો નાં આપણા ઉજવણી નાં બલીદાન દાદાશ્રી જશરાજ અનેં આપણા પૂર્વજ, પુરષા દાદા શ્રી સિંધુ શર્મા નાં બલીદાન આગળ કોઇ વિસાત માં નથી.
આપણા પરિવાર માં વેરશી બાપા થી પણ પહેલા નીં પેઢીઓ માં આ ત્રણ દિવસો દરમ્યાન કોઇ પણ શુભ પ્રસંગો ન તો ઘરે લેવાતા કે ન તો કોઇ શુભ પ્રસંગો માં જવાતું ... સંપૂર્ણ પણે શોક પડાતો.
આટલી ચર્ચા પછી હવે પરિવાર પર નિર્ભર છે કે તેમણે શું કરવું. અરે ... દર વર્ષે આપણે આપણા પિતૃઓ નાં પણ છમછર અનેં શ્રાદ્ધ માટે તિથિ નેં અનુસરીએ છીએ તો ... દાદાશ્રી જશરાજ અનેં આપણા પુરષા દાદા શ્રી સિંધુ શર્મા તો *દેવ* છે. માત્ર અગરબતી કરવાથી કંઈ ન વળે ... એ તો કદાચ સૌ દરરોજ કરતા હોય છે. તો દરરોજ નીં ક્રિયા અનેં જે તે દિવસ નીં સ્પેશિયલ ક્રિયા માં ફેર શું...???
આપણો અંતરાત્મા શું કહે છે ... ???
એવી કેટલીય પરંપરા આપણે તોડી છે. ગુનેગાર આપણે નથી, વડીલોપાર્જીત ભૂલો ચાલી આવી છે ... પરંતુ ભૂલો નીં જાણ થતાં જો સુધારો ન કરીએ તો આપણે દોષી થઇએ છીએ.
વસંત પંચમી, ષષ્ટિ અનેં સપ્તમી નાં ઘટના ક્રમ વિશે વિચાર કરજો ... દાદાશ્રી નીં જગ્યાએ આપણે સ્વયંને મુકી નેં વિચારજો.
આવતી કાલે આ ત્રણ દિવસો દરમ્યાન આપણા પૂર્વજો શું કરતા હતા અનેં આપણે શું કરવું જોઈએ તેનીં ચર્ચા કરીશ.
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોઆ ધરાદેવ પરિવાર નાં ઇતિહાસ નોં પ્રથમ મણકો છે ...
જવાબ આપોકાઢી નાખોઆ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખો